મુકેશ અંબાણીની કોલા માર્કેટમાં એન્ટ્રી થતાની સાથે જ કોકા કોલાએ ભાવ ઘટાડયા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ ગયા વર્ષે કોલા માર્કેટમાં પ્રવેશ કર્યા બાદ 70ના દાયકામાં સૌથી પ્રખ્યાત બ્રાન્ડ કેમ્પા કોલાના ત્રણ ફ્લેવર્સ લોન્ચ કરવાની જાહેરાત કરતાની સાથે જ કોલા માર્કેટમાં પ્રાઇસ વોર શરૂ થઈ ગઈ છે અને અન્ય કંપનીઓએ તેમના ઉત્પાદનોની કિંમતો ઘટાડવાની શરૂઆત કરવી પડી છે.

કેમ્પા કોલા ડીલ રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દ્વારા 2022માં પ્યોર ડ્રિંક ગ્રુપ પાસેથી રૂ. 22 કરોડમાં કરવામાં આવી હતી. તાજેતરમાં, આ 50 વર્ષ જૂની આઇકોનિક બેવરેજ બ્રાન્ડ કેમ્પા કોલાને ઓરેન્જ, લેમન અને કોલા ફ્લેવર સાથે રજૂ બજારમાં લોન્ચ કરવામાં આવી અને તેની સીધી સ્પર્ધા પેપ્સી, કોકા-કોલા અને સ્પ્રાઈટ સાથે છે જે પહેલાથી બજારમાં મજબૂત સ્થાન ધરાવે છે.

કેમ્પા કોલાના ત્રણ ફ્લેવર્સ લોન્ચ થયા બાદ કોલા માર્કેટમાં પ્રભુત્વ ધરાવતી અન્ય કંપનીઓ પર દબાણ દેખાવા લાગ્યું છે. દરમિયાન, તાપમાનમાં વધારો અને સોફ્ટ ડ્રિંક્સની માંગમાં વધારાને કારણે, કોકા-કોલાએ ખાસ કરીને એવા રાજ્યોમાં જ્યાં સૌથી ઓછો સ્ટોક રાખવામાં આવ્યો છે ત્યાં તેના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડ અનુસાર, કંપનીએ 200MLની બોટલની કિંમતમાં 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here