જથ્થાબંધ ફુગાવો સપ્ટેમ્બરમાં વધીને 1.32% થતા, સામાન્ય માણસને નહિ મળે રાહત

સામાન્ય માણસને મોંઘવારીથી રાહત મળે તેમ લાગતું નથી. સપ્ટેમ્બર 2020 માં ખાદ્ય ભાવોના વધારાને કારણે જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવો વધીને 1.32 ટકા થયો છે. બુધવારે જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, સપ્ટેમ્બરમાં માસિક ડબલ્યુપીઆઈ (જથ્થાબંધ ભાવાંક) પર આધારિત ફુગાવાનો દર વાર્ષિક દર 1.32 ટકા (પ્રોવિઝનલ) રહ્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં 0.33 ટકા હતો.

ઓગસ્ટમાં જથ્થાબંધ ભાવો પર આધારિત ફુગાવો 0.16 ટકા હતો. અગાઉ ડબ્લ્યુપીઆઈ આધારિત ફુગાવો સતત ચાર મહિના નકારાત્મક રહ્યો હતો.એપ્રિલમાં નકારાત્મક 1.57 ટકા, મેમાં નકારાત્મક 3.37 ટકા, જૂનમાં નકારાત્મક 1.81 ટકા, અને જુલાઈમાં નકારાત્મક 0.58 ટકા રહ્યો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ, ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો 8.17 ટકા હતો જે ઓગસ્ટમાં 3.84 ટકા હતો. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન અનાજના ભાવમાં ઘટાડો થયો છે, જ્યારે કઠોળ મોંઘી થઈ છે.

આ સમયગાળા દરમિયાન, મોંઘા શાકભાજીનો દર ઊંચા સ્તરે 36.54 ટકા હતો. એક વર્ષ અગાઉની તુલનાએ બટાટાના ભાવ 107.63 ટકા વધારે હતા, જોકે ડુંગળીના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here