ગયાનામાં સુગર ઉદ્યોગને પુનર્જીવિત કરવાની યોજનાઓ થઈ રહી છે. રોઝ હોલ સુગર એસ્ટેટમાં કામ શરૂ થઈ ગયું છે પ્રથમ વર્ષે 8,000 થી10,000 ટન ઉત્પન્ન થવાની ધારણા છે.
રોઝ હોલ સુગર એસ્ટેટ APNU+AFC વહીવટીતંત્ર દ્વારા બંધ કરાયેલ ઘણી મિલોમાંની પ્રથમ હશે જે ફરીથી ખોલવામાં આવશે અને 2022 માં પિલાણ શરૂ થવાની ધારણા છે.
2017 માં, APNU +AFC ગઠબંધન સરકારે દેશભરમાં ઘણી સુગર મિલો બંધ કરવાની જાહેરાત કરી, જેનાથી હજારો લોકો પ્રભાવિત થયા હતા. આ પગલાંને પરિણામે ચાર સુગર મિલો બંધ થઈ અને 7,000 શુગર કામદારો તેમની નોકરી ગુમાવી દેવી પડી હતી
ગાયસુકો (ગિઆના સુગર કોર્પોરેશન) એ ઉદ્યોગના પુનરુત્થાનને વેગ આપવા ડિસેમ્બર 2020 સુધીમાં 400 કામદારોને ફરીથી નોકરી પર લેવાની વાત કરી છે.