યેદિયુરપ્પા બન્યા કર્ણાટકના નવા મુખ્યમંત્રી

113

ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે. એકવાર ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કર્યા છે. બેંગ્લુરૂમાં આજે સાંજે 6 વાગ્યે બીએસ યેદિયુરપ્પા પદ અને ગુપ્તતાની શપથ લીધા હતા. તેઓ પોતાનાં ઘરેથી ભાજપ કાર્યાલય પહોંચ્યાં અને  અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ.

યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં વિશ્વાસમતદાન દરમિયાન કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકાર પડી ભાંગી હતી. ત્યાર બાદ ભાજપે રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ભાજપ હાલ કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી છે.

કર્ણાટકના ગવર્નર વજુભાઇ વાળાએ મુખ્યમંત્રી બી.એસ યેદિયુરપ્પાએ પદ અને ગુપ્તતાનાં શપથ લેવડાવ્યા  હતા. આ સાથે છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલા રાજકીય નાટકનો અંત આવ્યો હતો. તેઓ ચોથી વખત કર્ણાટકના  મુખ્યમંત્રી બન્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here