યસ અંબાણીના મુખ્યાલયનો કબ્જો કર્યો 

દેવાની જાળમાં ફસાયેલા રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણીને વધુ એક આંચકો મળ્યો છે. યસ બેંકે 2,892 કરોડ રૂપિયાના બાકી દેવાની ચુકવણી ન કરવાને કારણે અનિલ ધીરૂભાઇ અંબાણી જૂથ (એડીએજી) ના સાંતાક્રુઝનું મુખ્ય મથક કબ્જે લઇ લીધું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા બાકી ચૂકવણી ન કરવાને કારણે યસ બેન્કે દક્ષિણ મુંબઈના બે ફ્લેટ્સ પણ કબજે કર્યા છે.

23 જૂને અનિલ અંબાણીએ દાવો કર્યો હતો કે આ નાણાકીય વર્ષમાં 6,000 કરોડ રૂપિયાની લોનવાળી આર-ઇન્ફ્રા સંપૂર્ણ દેવા મુક્ત  થઇ જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here