શેરબજારમાં 500 પોઇન્ટનો કડાકો, ચાંદીમાં 3500 વધ્યા

ઈરાન દ્વારા કરવામાં આવેલા યુએઈ પર હુમલાબાદ તેમજ ક્રૂડ ફરી 101 ને પાર થતા શેરબજારમાં 516 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે સવારથી જ માર્કેટમાં વેચવાલી નું જોર જોવા મળ્યું હતું. સપ્તાહનો આજે આખરી દિવસ હોવાને કારણે રોકાણકારો કોઈ જોખમ લેવા તૈયાર થયા ન હતા અને વેચવાલીનું જોર જોવા મળ્યું હતું. નિફ્ટી પણ 150 પોઇન્ટ ઘટી ગયો હતો.

માર્કેટમાં 516 પોઈન્ટનો કડાકો થતાં સેન્સેક્સ 77,328.19 પર જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી 24,176.25 પણ જોવા મળી હતી. બેંક નિફ્ટીના તમામ 12 શેરમાં પણ વેચવાલી જોવા મળતા બેંક નિફ્ટી 650 તૂટવા પામી હતી.

ChiniMandi WhatsApp Channel

જોકે ચાંદીમાં આજે પણ તેજી જોવા મળી હતી એક સમયે વાયદા બજારમાં ચાંદીનો ભાવ ₹2,63,000 સુધી પહોંચ્યો હતો. હાલ ચાંદીમાં 3,500 રૂપિયા અને સોનામાં ₹600 નો વધારો જોવા મળી રહ્યો છે.

Bioenergy Times

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here