ટ્રમ્પની એક જાહેરાતથી શેરબજારમાં સુનામી: સેન્સેક્સમાં 1677 અને નિફ્ટીમાં 516 થી વધુ પોઈન્ટનો કડાકો

અમેરિકા અને ઈરાનના એકબીજા પર હુમલા વચ્ચે ફરી એકવાર યુદ્ધના સંકેત ઘેરાતા અને અચાનક જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સિઝફાયર પૂરું થયું છે અને ઇરાનના લોકો જુઠ્ઠા છે તેવી જાહેરાત કરવામાં આવ્યા બાદ ભારતીય શેરબજાર મોટા કડાકામાં ફેરવાઈ ગઈ. રોકાણકારોએ રાતા આસુએ રડવાનો વારો આવ્યો છે અને ઇન્વેસ્ટરોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. આ જાહેરાત બાદ સેન્સેક્સ 1677.12 પોઇન્ટ ઘટીને 76,503.60 પાર બંધ આવ્યો હતો જયારે નિફટી 50 આજે 516.65 અંક નીચે આવતા નિફ્ટી 23,882.05 પાર બંધ આવી હતી.

વહેલી સવારે સેન્સેક્સમાં જે 600 અને નિફ્ટીમાં 190 પોઇન્ટનો કડાકો હતો તે અચાનક જ વધી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પની એવી જાહેરાત કરી કે હવે ઇરાન સાથે કોઈ ડીલ નથી કરવી, તે લોકો ગાંડા થઈ ગયા છે. આ જાહેરાત સાથે જ સેન્સેક્સમાં અચાનક જ 1900થી વધુ તો નિફ્ટીમાં 600થી વધુ પોઇન્ટનો કડાકો બોલી ગયો.

ChiniMandi WhatsApp Channel

સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત બેન્ક નિફ્ટીમાં પણ 1458 અને મીડ કેપ નિફ્ટીમાં 962 અંકનું ધોવાણ થઈ ગયું છે. તમામ મુખ્ય શેરમાં મોટા ગાબડા પડ્યા છે. એકંદરે ભારતના મુખ્ય શેરમાં 3 થી 10 ટકાના ગાબડા પડ્યા છે.

ટ્રમ્પની જાહેરાતના પગલે સોના ચાંદી માર્કેટમાં પણ મોટા કડાકા ભૂલી ગયા છે સોનાના ભાવમાં 2200 રૂપિયા અને ચાંદીના ભાવમાં 7000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનાનો ભાવ 1,42,800 રૂપિયા જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવ 2,23,320 ના જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ ટ્રમ્પની જાહેરાત ઉપરાંત ગત મોડી રાત્રે બંને દેશો વચ્ચે થયેલા હુમલાને કારણે ક્રુડ ભડકે બળ્યું છે. હજુ ગઈકાલે સવારે ક્રૂડનો ભાવ 70 ડોલર હતો જે આજે વધીને 79.10 ડોલર પર પહોંચી ગયો છે.

જો યુદ્ધ આગળ વધશે તો ફરી એક વખત શેર બજારમાં સુનામી આવી શકે તેમ છે. ઉપરાંત ક્રૂડના ભાવ પણ 90 થી 100 ડોલર સુધી પહોંચી શકે છે.

Bioenergy Times

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here