ભારતમાં કોરોનાના કેસ ઘટયા; નવા 3,26,098 કેસની સામે 3,53,299 દર્દીઓ સાજા થયા

80

ભારતમાં હવે કોરોનાના કેસ ઓછા થતા જોવા મળી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના કેસ ઘટીને 3,26,098 કેસ નોંધાયા છે અને તેની સામે ભારતમાં 3,53,299 દર્દી સાજા થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે મળેલા આંકડા મુજબ, ભારતે છેલ્લા 24 કલાકમાં તાજા ચેપ કરતાં વધુ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા વધુ નોંધાવી હતી.

ભારતમાં આ સાથે કુલ કેસની સંખ્યા 2,43,72,907 પાર પહોંચી છે જ્યારે ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા 2,04,32,898 પર જોવા મળી છે. ભારતમાં હાલ સક્રિય કેસ 36,73,802 છે.હવે કુલ રિકવરી સહિત 2,43,72,907 સુધી છે. છેલ્લા 24 કલાકમાં 3,890 લોકોનાં મોત બાદ, રોગને લીધે મૃત્યુ આંક 2,66,207 પર પહોંચી ગયો છે.

કર્ણાટકમાં હવે નવા COVID-19 હોટસ્પોટ તરીકે બહાર આવ્યું છે કે જ્યાં હાલ 5,98,625 સક્રિય કેસ નોંધાયા છે, જે દેશમાં સૌથી વધુ છે, ત્યારબાદ મહારાષ્ટ્રમાં 5,21,683 સક્રિય ચેપ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, 14 મે સુધી દેશમાં 31,30,17,193 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેમાંથી ગઈકાલે 16,93,093 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. દેશમાં COVID-19 રસીના કુલ 18,04,57,579 ડોઝ આપવામાં આવ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here