ક્યુબા: 100 વર્ષમાં સૌથી ઓછું શેરડી અને ખાંડનું ઉત્પાદન નોંધાશે

હવાના: 2021ની સીઝનમાં ક્યુબામાં સૌથી ઓછો શેરડીનો પાક અને ખાંડનું ઉત્પાદન થવાની ધારણા છે. છેલ્લા 100 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે સૌથી ઓછો શેરડીનો પાક અને ખાંડનું ઉત્પાદન થશે તેમ રોયટર્સના અહેવાલમાં જણાવાયું છે. કોવીડ -19 રોગચાળાને લીધે શેરડીના પાકના ઉત્પાદનને અસર થઈ છે, પ્રતિબંધોને કારણે બળતણ, કૃષિ સામગ્રીની ખરીદી માટે વિદેશી હૂંડિયામણનો અભાવે પણ અસર કરી છે. આ વર્ષની શરૂઆતમાં જાહેર કરેલા 1.2 મિલિયન ટન કાચી ખાંડના આયોજિત લક્ષ્ય સાથે, ઉત્પાદન 816,000 ટન હોવાનો અંદાજ છે, જે 1908 પછીનો સૌથી નીચો છે.

શુગર ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ જોસ કાર્લોસ સાન્તોસ ફેરેરે 10 મેએ કહ્યું હતું કે, એપ્રિલના અંત સુધીમાં, ઉત્પાદન લક્ષ્ય 68% હતું. ક્યુબાના સ્થાનિક બજારમાં વર્ષે 600,000 થી 700,000 ટન ખાંડનો વપરાશ થાય છે અને આશરે 400,000 ટન ખાંડની નિકાસ થાય છે. ખાંડનું ઓછું ઉત્પાદન જોતાં નિકાસમાં ઘટાડો કરવો પડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here