અપૂરતા અને વરસાદની ખેંચ અને જંતુઓના ઉપદ્રવને કારણે ખાંડનું ઉત્પાદનમાં થઇ શકે છે 3% નો  ઘટાડો 

વરસાદની ખેંચ અને સૂકા હવામાન અને જંતુના ઉપદ્રવને કારણે  આ વર્ષે ખાંડનું રેકોર્ડ ઉત્પાદન થવાનું હતું તેમાં ઘટાડો જોવા મળી શકે તેમ છે 1 ઓક્ટોબરથી શરુ થયેલી સીઝન મુજબ ભારતમાં આવર્ષે 28.9 મિલિયન મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન રિસર્ચ ટીમ દ્વારા લગાવાઈ રહ્યું છે.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિયેશન,ધ નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીઝ લિમિટેડ, દ્વારા ભારતમાં 32.4 મિલિયન મેટ્રિક ટન  ખાંડનું ઉત્પાદન થવાનું અનુમાન લગાવામાંઆવ્યું  હતું.

મહારાષ્ટ્ર અને થોડા અંશે  કર્ણાટકમાં સફેદ જંતુના ઉપદ્રવને કારણે આ વર્ષે શેરડીના ઉત્પાદનમાં પણ ફેરફાર થઇ શકે છે અને ઘટાડો નોંધાઈ શકે તેમ છે.

ઓછા ઉત્પાદનને કારણે આ વર્ષે ભારત સરકાર જે 5 મિલિયન ટન  ખાંડ નિકાસ કરવા માંગે છે તેમાં પણ થોડો ઘટાડો નોંધાઈ શકે તેમ છે.જોકે શેરડીના વાવેતરનો ઈર્ષ્યા પાંચ મુખ્ય રાજ્યમાં વધ્યો છે,માત્ર તામિલનાડુમાં આ વર્ષે વાવેતરનો  એરિયા ઘટ્યો છે.પરંતુ અપૂરતા અને અનિયમિત વરસાદને કારણે આ વર્ષે 10% શેરડીનો પાક ઓછો થવાની સંભાવના છે  અને તેમાં મુખ્ય કારણ સફેફ જંતુનો ઉપદ્રવ બની રહેશે જે ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકના પાકને નુકશાન કરશે.

શેરડીનું ઉત્પાદન 

રિસર્ચ ટીમ દ્વારા 863 જેટલા ખેડૂતોને સપ્ટેમ્બર 27થી ઓક્ટોબર 20 સુધીમાં છ રાજ્યોમાં પુછવામા આવું હતું જેમાં મુખ્યેત્વે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો સામેલ છે.જે રિપોર્ટ સામે આવ્યા છે તેમાં 362.5 મિલિયન મેટ્રિક ટન નાઅંદાઝ  સામેં 3.8 %નું નુકશાન હાલ જોવા મળી રહ્યું હોવાનું રિસર્ચ ટીમ જણાવે છે.લગભગ 70% શેરડી ક્રશમાં વપરાઈ જશે તેવું તરણ પણ આ રિસર્ચ ટીમ દ્વારા બહાર પડયું છે જયારે બાકીની શેરડી લાઈવસ્ટોક,જેગરી અને લોકલ સ્વિટનરમાં વપરાશે.

સર્વેની  મુખ્ય હાઈલાઈટ 

  • લગભગ 35% શેરડીના પાકની સ્થિતિ સારી સ્થિતિમાં છે પરંતુ ગત વર્ષની સરખામણીમાં 52 % નીચે છે.
  • લગભગ 21% પાકની હાલત સારી નથી જે ગત વર્ષ કરતા 3 % વધારે છે જયારે બાકીનો ક્રોપ નોર્મલ  હોવાનું પણ જણાવાયું છે.
  • ખાંડનું  ઉત્પાદન  ઉત્તર પ્રદેશમાં 14 % અને મહારાષ્ટ્રમાં 9.3 % ઘટી શકે તેમ અત્યારે લાગી રહ્યું છે.
  • ઓછા પાકનો અંદાઝ ખાસ કરીને તામિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં જોવા મળી રહ્યો છે. તામિલનાડુમાં 18.2 અને આંધ્ર પ્રદેશમાં 16.7 % જેટલો જોવા મળી શકે તેમ છે.
  • રિસર્ચ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં હાર્વેસ્ટિંગ 8.3 અને તામિલનાડુમાં 25.7 % જેટલું ઘટે તેવું જોવા મળી રહ્યું છે.જયારે ગુજરાતમાં 11.9,કર્ણાટકમાં 0.03 % જોવા મળશે
  • ભારતના હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આ વર્ષનો વરસાદ એવરેજ કરતા ઓછો જોવા મળ્યો હતો અને તેને કારણે પણ પાકનું પૂરતું ઉત્પાદન લઇ શકાયું નથી.
  • શેરડીની કિમંત સરકાર નક્કી કરતી હોઈ છે પણ આ વખતે 8.5 % ભાવ વધી શકે તેમ છે.
SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here