આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવમાં હજુ પણ ગાબડાં પડવાની સંભાવના

716

શેરડી અને ખાંડના બમ્પર ઉત્પાદનથી દેશમાં ખુશીની લહેર દોડવાને બદલે ઘરેલુ અને વૈશ્વિક બજારમાં ખાંડના ઘટતા જતા ભાવને કારણે સમ્રગ ખાંડ ઉદ્યોગ સામે સમસ્યાનો પહાડ ખડો થઇ ગયો છે .બલ્કે ખાંડ ઉદ્યોગ માટે વધુ માઠા સમાચાર એ આવી રહ્યા છે કે ખાંડના ભાવમાં હજુ પણ પણ ગાબડાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે

બ્રાઝિલમાં ખાંડની કિંમત ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચી
બ્રાઝિલમાં ખાંડના ભાવ ઘટવાથી ભાવ ઐતિહાસિક સ્તરે નીચે પહોંચી ગયા છે અને તેને કારણે ખાંડ ઉદ્યોગની દશા હજુ પણ વધુ માઠી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ન્યુયોર્કના વાયદા બજારમાં પણ કાચી ખાંડની કિમંત છેલ્લા 10 વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે.અમેરિકામાં કાચી ખાંડની કિમંત 18 % ઘટીને 10.11 સેન્ટ થઇ ગઈ છે.અમેરિકામાં જૂન 2008 પછી ખાંડના આ સૌથી નીચા ભાવ જોવા મળી રહ્યા છે.વૈશ્વિક બજારમાં જો આવીજ પરિસ્થિતિ જોવા મળશે તો ખાંડના ભાવમાં વધુ 8 સેન્ટ નીચે જવાની સંભાવના ન્યુયોર્ક સ્થિત કેપિટલ મેનેજમેન્ટ સંસ્થાના વ્યવસ્થાપકિય ભાગીદાર નિક જેટલે વ્યક્ત કરી છે.એમને વધુમાં જણાવ્યું હતું કે 2004માં પણ ખાંડની કિંમત આનાથી પણ વધારે નીચે સરકી ગઈ હતી

વિકાસશીલ દેશ પણ ચપેટમાં આવી ગયા
આઇએનટીએલ એફસીસ્ટોન રિસ્ક મેનેજમેન્ટ કન્સલટન્ટ જુલિયો સેરાએ એક વાર્તાલાપમાં ટર્કીમાં ચાલી રહેલી આર્થિક ગતિવિઘીનો હવાલો આપતા જણાવ્યું હતું કે એક બીજા પર નિર્ભય રહેતા કેટલાક વિકાસશીલ દેશોની અર્થવ્યવસ્થામાં પણ ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે અને તેની સૌથી વ્યાપક અસર કૃષિ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.બ્રાઝીલ અને કંબોડિયાના ચલણમાં પણ ભારે ગાબડાં પડી રહ્યા છે ત્યારે તેને લઈને બંને દેશના ખેડૂતોના પાકના વેચાણ માટે સરકાર તરફથી બધી જ શક્ય કોશિશ કરવામાં આવી રહી છે.

બ્રાઝીલનું એક્સપોર્ટ 24 % ઘટ્યું
વૈશ્વિક બજારમાં ખાંડનો પુરવઠો ઘણો વધારે હોવાને કારણે અને બ્રાઝિલમાં ખાંડના ભાવ છેલ્લા 10 વર્ષમાં સૌથી નીચલા સ્તર પર હોવાને કારણે ખાંડ ઉદ્યોગમાં બ્રાઝિલનો દબદબો પણ ઓછો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.આવનારા કેટલાક સપ્તાહ દરમિયાન બ્રાઝિલના બંદરોથી 10 લાખ મેટ્રિક ટન સાકર શિપિંગ થવાની છે શિપિંગ એજન્સીના વિલિયમ્સના કહેવા અનુસાર કેટલાક વર્ષોના એક્સપોર્ટના આંકડા જોવા બેસીએ તો આ વર્ષના આંકડા અર્ધા છે.બલ્કે 2008 પછીનો આ સૌથી ઓછો સ્ટોક છે.બ્રાઝિલના વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝ અનુસાર બ્રાઝિલની છેલ્લા વર્ષના જુલાઈની સરખામણીમાં આ વર્ષે નિકાસ 24% ઘટી છે. સુકદેનની બ્રાઝીલ યુનિટના સંચાલક જર્મ જ્હોન ઓસ્ટીને જણાવ્યું હતું કે ખાંડના મોટા ગ્રાહકોએ આ પેહેલા જ ખાંડની ખરીદી કરી લીધી છે અને હવે તેઓ ખાંડના ભાવ હજુ વધારે નીચે જવાની રાહ જોઈ રહ્યા છે

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here