ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 50,357 કેસ નોંધાયા

આમતો છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં કોરોના ના કેસમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો હતો પણ છેલ્લા 24 કલાકમાં ફરી કોરોનાના કેસમાં વધારો જોવા મળ્યો છે જે ચિંતાજનક છે.

આજે ભારતમાં ફરી કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં 50,357 નવા કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહથી ભારતમાં દરરોજ કેસ નું પ્રમાણ 50 હજારથી ઘટી ગયું હતું પરંતુ છેલ્લા 24 કલાકમાં ફરી તે આંકડો 50 હજારને પાર કરી દીધો છે.

જોકે છેલ્લા 24 કલાકમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધી છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 53,920 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.ભારતમાં કુલ કોરોના ના કેસની સંખ્યા 84,62,081 પર પહોંચી છે. જયારે કુલ સાજા થનાર દર્દીઓની સંખ્યા 78,19,887 પર જોવા મળી રહી છે. હાલ દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 5,16,632 પર છે.

ભારતમાં કુલ 1,25,562 દર્દીઓના મોત નિપજ્યા છે. છેલ્લા 24 કલાકમાં 577 દર્દીઓના મોત નિપજ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here