રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના  ગવર્નર ઉર્જિત પટેલે  આપ્યું રાજીનામું

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના  ગવર્નર ઉર્જિત પટેલે રાજીનામું આપી દીધું છે.આરબીઆઈ ગવર્નર પદેથી રાજીનામું આપી દેતા અનેક અટકળો પણ વહેતી થઇ છે જોકે . ઉર્જિત પટેલે કહ્યું કે  તેઓ  વ્યક્તિગત કારણોસર રાજીનામું આપ્યું છે.જોકે તેમણે . તત્કાળ અમલથી રાજીનામું આપ્યું હોવાનું પણ  જણાવ્યું હતું તેમણે  જણાવ્યું હતું કે આરબીઆઈ ગવર્નરપદે રહેવાનો ગર્વ છે. આરબીઆઈ ગવર્નરપદે રહેવુ ગર્વની બાબત છે. સહયોગ બદલ આરબીઆઈ સ્ટાફનો આભાર માનું છું.

છેલ્લા કેટલાક સપ્તાહથી સરકાર અને આર બીઆઈને મતભેદ  ચાલ્યા આવતા હતા  અને આ પેહેલા  પણ તેમના રાજીનામાની વાત બહાર આવી હતી.નોટબંધી બાદ સરકારની ભૂમિકા અંગે પણ આરબીઆઇ નું વલણ સ્પષ્ટ થતું ન હતું અને તેનાથી સરકાર અને આરબીઆઇને અતભેદ ચાલ્યા આવતા હતા અને એ ઉપરાંત બેન્કના એનપીએ  અને બેન્કિંગ સેક્ટર અંગે પણ પ્રશ્ન ઉદભવ્યા  હતા. મંગળવારે ત્રણ રાજ્યોના પરિણામો પણ અવાના છે અને સાથોસાથ ઊર્જિત પટેલના રાજીનામાને કારણે  શેર માર્કેટ મોટા ઘટાડા સાથે ખુલે તેવી શકયતા છે

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here