યુએસ-ઈરાન કરાર અંગે વૈશ્વિક હકારાત્મક લાગણીઓને પગલે સોમવારે ભારતીય શેરબજારમાં તેજી ચાલુ રહી. સેન્સેક્સ 736.38 પોઈન્ટ વધીને બંધ થયો અને નિફ્ટી 231 પોઈન્ટ વધીને બંધ થયો.
બીએસઈ સેન્સેક્સ 76,264.33પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 આજે 23 ,853.90 પર બંધ થયો.
નિફ્ટીમાં ટોચના ફાયદામાં શ્રીરામ ફાઇનાન્સ, ટ્રેન્ટ, એચડીએફસી લાઇફ, આઇશર મોટર્સ અને બજાજ ફિનસર્વ હતા જ્યારે ટોચના નુકસાનમાં એનટીપીસી, ઓએનજીસી, બજાજ ઓટો, આઇસીઆઈસીઆઈ બેંક અને હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ હતા.
ઇન્ડિયા વીઆઈએક્સ 2,51 ટકા ઘટીને 14.35 પર બંધ થયો જે અસ્થિરતામાં ઘટાડો દર્શાવે છે.
હેલ્થકેર અને ફાર્મા સિવાયના અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લીલા રંગમાં બંધ થયા. નિફ્ટી મિડકેપ 100 અને નિફ્ટી સ્મોલકેપ 100 સૂચકાંકો 1.5 ટકા વધીને બંધ થયા. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 4 ટકા વધ્યો હતો જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો અને મેટલ ઇન્ડેક્સ 2 ટકા વધ્યા હતા.
સોમવારે ભારતીય રૂપિયો 95.11 ના પાછલા બંધ દરની સરખામણીમાં 40 પૈસા વધીને 94.21 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
પાછલા ટ્રેડિંગ સત્રમાં, સેન્સેક્સ 75527.95 પર સ્થિર થયો હતો, જ્યારે નિફ્ટી 23,622.90 પર બંધ થયો હતો.















