હડતાળની સાથે બેંકો ચાર દિવસ બંધ રહેશે

ગ્રાહકોએ બેંકમાં વ્યવસાય કરવામાં અસુવિધા ન થાય તે માટે પહેલા કાળજી લેવાની જરૂર છે. કારણ કે આ મહિનામાં બેંકો સતત 4 દિવસ માટે બંધ રહેશે . તેથી બેંકનું કામ સમય પહેલા કરવામાં આવે તે આવશ્યક છે.

હડતાલ અને રજાઓને ધ્યાનમાં રાખીને દેશભરમાં ઘણી બેંકો 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે.ચાર બેન્કિંગ એસોસિએશનો – ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન (એઆઇબીઓસી), ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન (એઆઈબીઓએ), ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (આઈએનબીઓસી), નેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ બેંક ઓફિસર્સ (એનઓબીઓ) દ્વારા 10 બેન્કોના મર્જરના નિર્ણયનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હડતાલની હાકલ કરી છે.

આ બેંકિંગ યુનિયનોએ મર્જરના વિરોધમાં 26 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરની વચ્ચે બે દિવસીય હડતાલ પર ઉતરવાની ધમકી આપી છે. 28 સપ્ટેમ્બર મહિનાનો અંતિમ શનિવાર રહેશે અને 29 સપ્ટેમ્બર રવિવાર છે, તેથી સતત ચાર દિવસ સુધી બેંક બંધ રહેવાની સંભાવના છે.

સ્વાભાવિક છે કે,સામાન્ય લોકોએ આનો મહત્તમ પરિણામ સહન કરવો પડશે. ખાસ કરીને એવા લોકો જે આર્થિક વ્યવહાર માટે બેન્કો પર નિર્ભર હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here