ભારતમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે; છેલ્લા 24 કલાકમાં માત્ર 10,064 કેસ જ નોંધાયા

ભારતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા કેસમાં છેલ્લા 6 મહિનામાં સૌથી ઓછા જોવા મળ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 10,064 કેસ જ નોંધાતા ભારતના આરોગ્ય તંત્રે પણ હાશકારો અનુભવ્યો છે. ભારતમાં નવા 10,064 કેસ સામે આવ્યા બાદ ભારતમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,05,81,837 સુધી પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાથી વધુ 137 લોકોના મોત પણ નિપજ્યા હતા જેને કારણે ભારતમાં કુલ મૃતકોની સંખ્યા 1,52,556 પર પહોંચી ગઈ છે.પણ સારી વાત એ છે કે એક બાજુ કેસ તો ઘટ્યા છે પણ સાથોસાથ ભારતમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ભારતમાં 17,411 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઈને ઘેર પાછા ફર્યા હતા. આ સાથે ભારતમાં રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા 1,02,28,753 પર પહોંચી છે. હાલ ભારતમાં કેરાલા અને મહારાષ્ટ્રને બાદ એકપણ રાજ્યમાં 10,000 થી ઉપર એક્ટિવ કેસ નથી. એટલે કે બીજા અન્ય રાજ્યોમાં વિશેષ રિકવરી જોવા મળી છે. હાલ ભારતમાં હાલ 2,00,528 દર્દીઓ જ સારવાર હેઠળ છે અને તેમાંથી 45% દર્દીઓ ઘેર સારવાર લઇ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here