લુસિયાનામાં શેરડીનું હાર્વેસ્ટિંગ શરુ થયું

649

ભારતની જેમ વિશ્વના અનેક દેશમાં પણ શેરડીનો પાક લેવાનો સમાય આવી ગયો છે.લુસિયાના દેશના આકેડીયાના વિસ્તારમાં શેરડી હાર્વેસ્ટ સીઝન ઓક્ટોબર મહિનો શરુ થતા જ શરુ થઇ ગઈ છે.

બ્લેયર હર્બર્ટના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાર્વેસ્ટ સીઝન શરુ થતી હોઈ છે અને અમારા બધા માટે એક બીઝી ટાઈમ છે કારણ કે આ સમયમાં અમે શેરડી હાર્વેસ્ટિંગ શરુ કરતા હોઈ છે
બ્લેયર હર્બર્ટ ત્યાંના વિસ્તારનો કાઉન્ટી એજન્ટ છે અને લુસિયાનામાં જુલાઈમાં શેરડીનો પાકનું વાવેતર થતું હોઈ છે અને આ સમયમાં તો હાર્વેસ્ટ સીઝન શરુ થતી હોઈ છે જોકે આ વખતે અપૂરતા વરસાદને કારણે વાવેતર થોડું મોડું થવા પામ્યું હતું અને આખી સિસ્ટમ પણ ડિસ્ટર્બ થઇ હતી
આ વર્ષે લગભગ 80 % જ વાવેતર અને હાર્વેસ્ટિંગ થશે કારણ કે આ વિસ્તારમાં વરસાદને કારણે આ આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે અને કેટલાક અન્ય વિસ્તારમાં પણ આવીજ પરિસ્થિતિ છે અને હજુ ઘણા ખેડૂતો રાહ જુવે છે અને હાર્વેસ્ટિંગ કરવા માટે ઉતાવળમાં નથી

આ વખતે હવામાન અમારી ફેવરમાં જરાપણ રહ્યું નથી તેમ જણાવતા બ્લેયર હર્બર્ટ અને લોકલ ખેડૂત ટેઇલર બ્લાન્ચાર્ડ કહે છે કે પેહેલાઅતિવૃષ્ટિ સમાન વરસાદ આવ્યો અને ખેતનું ધોવાણ પણ થયું અને ત્યાર બાદ લામ્બો સમય વરસાદ જ ન આવ્યો અને અધૂરામાં પૂરું આ વખતે શિયાળામાં બરફ પણ પડ્યો

ગયા વર્ષે લુસિયાનામાં રેકોર્ડ બ્રેક 1.82 મિલિયન ટન શેરડીનું ઉત્પાદન થયું હતું અને આ વર્ષે અત્યારે પાક કેટલો થશે તે કહેલું મુશ્કેલ અને અઘરું પણ છે.હાલ તો અમારી શેરડીનું ત્રણ ચાર જગ્યા પરની લેબમાં ટેસ્ટિંગ અને મોનીટરીંગ થઇ રહ્યું છે.અમે એવું માણીયે છીએ કે જુલાઈ 1 પછી શેરડીની લંબાઈ ખાસ્સી વધી છે અને ક્વોલિટી ખાંડ ઉત્પાદિત થશે.

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here