સરકાર દ્વારા ખાંડના એમએસપી માં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો

ખેડૂતોને જે એરીયર  ચૂકવવાનું  થાય તેનો આંકડો વધી રહ્યો છે  ત્યારે આજે ભારત સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં  લઈને ખાંડના મિનિમમ સપોર્ટ પ્રાઇસમાં  બે રૂપિયા વધારો કરવાનો  નિર્ણય કર્યો છે.આ નિર્ણયથી ખાંડ મિલરોને ખેડૂતોને જે નાણાં  ચુકવવાના બાકી છે તેમાં મદદ મળશે .

ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે અમે આજે ખાંડના ભાવમાં 29 રૂપિયાથી વધારીને 31 રૂપિયા કરવાનું નક્કી કર્યું છે એટલે કે પ્રતિ કિલો બે રૂપિયા વધારી દીધા છે. હવે ખાંડ મિલરો પણ 31 રૂપિયાથી નીચે ખાંડ વેંચી નહિ શકે. છેલ્લા કેટલાક સમયથી ખાંડના  નક્કી કરેલા ભાવથી નીચા ભાવમાં વેંચાણ થતું હોવાની ફરિયાદ પણ મળી હતી.

ઇન્ડિયન  સુગર મિલ્સ એસોસિયેશન દ્વારા ખાંડના ભાવ વધારીએ 34 થી 35 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી હતી.જેથી મિલ માલિકો ખેડૂતોને નાણાં  ચૂકવી શકે.જોકે સરકારે હાલ તો બે રૂપિયા વધારી દીધા છે.દરમિયાન જાન્યુઆરીના અંત સુધીમાં ખેડૂતોને  જે એરીયર ચૂકવવાનું બાકી છે તે રકમનો આંકડો  20000 કરોડ સુધી પહોંચી ગયો છે.

Download Our ChiniMandi News App :  http://bit.ly/ChiniMandiApp

SOURCEChiniMandi

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here