અમેરિકામાં ટ્રમ્પની સાથે મોદીનો જાદુ છવાયો

હાઉડી મોદી ઈવેન્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણ દ્વારા બદલાતા ભારતની તસવીર રજુ કરી. પીએમ મોદીએ ભારત અને અમેરિકા વચ્ચે સતત મજબુત થઈ રહેલા સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો. કાર્યક્રમની સફળતા પર ભાજપના દિગ્ગજ નેતાઓએ ટ્વીટ કરીને પીએમ મોદીને અભિનંદન પણ પાઠવ્યાં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ અનેક ટ્વીટ રીટ્વીટ કરી અને અમેરિકા તથા ભારત વચ્ચે મજબુત ભાગીદારીની વાત કરી. પીએમઓ દ્વારા ટ્વીટર હેન્ડલ પર શેર કરાયેલા એક વીડિયોને રિટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે.

હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ અભૂતપૂર્વ સફળ રહ્યો. જેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થયા હતાં. આ કાર્યક્રમ સમાપ્ત થયા બાદ પીએમઓના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો શેર કરાયો જેને રીટ્વીટ કરતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું કે અમેરિકા ભારતને પ્રેમ કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિદેશ મંત્રાલયને એક અન્ય ટ્વીટને પણ રિટ્વીટ કરીને લખ્યું અદભૂત. અમેરિકી રાષ્ટ્રપતિએ કાર્યક્રમ બાદ પીએમ મોદીનો હાથ પકડીને સ્ટેડિયમનું ચક્કર લગાવ્યું હતું.

મોદી ટ્રમ્પની જોવા મળી જુગલબંધી
પોતાના સંબોધનમાં અમેરિકી રાષ્ટ્રપતિએ ભારતને અમેરિકાનો નીકટનો સહયોગી ગણાવતા કહ્યું કે અમેરિકામાં વસેલા ભારતીયો વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપી રહ્યાં છે. કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પ અને મોદીનું જબરદસ્ત બોન્ડિંગ પણ જોવા મળ્યું. પીએમ મોદીના સંબોધન દરમિયાન ટ્રમ્પ સતત મુસ્કુરાતા જોવા મળ્યાં. અનેકવાર તેમણે તાળીઓ પણ પાડી. પીએમ મોદીનું સંબોધન પૂરું થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમનો હાથ પકડીને સ્ટેડિયમનું ચક્કર પણ માર્યું હતું. અમેરિકી રાષ્ટ્રપતિએ એનબીએ પ્રતિયોગીતામાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી જેના પર પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સહપરિવાર ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું.

ટ્રમ્પએ પાકિસ્તાને આપી ચેતવણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે અમે કટ્ટરપંથી ઈસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ. જ્યારે ટ્રમ્પે આ વાત કરી ત્યારે તે વખતે પીએમ મોદી સહિત સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. તેમણે કહ્યું કે બંને દેશ મળીને તેની સામે લડશે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં સરહદ સુરક્ષાની પણ વાત કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here