મહારાષ્ટ્રમાં મિલોમાં ક્રશિંગ પૂર્ણ: માત્ર 1 જ મિલમાં ચાલી રહ્યું છે ક્રશિંગ

102

કોરોનાની સંકટભરી પરિસ્થિતિમાં ખાંડ ઉદ્યોગને ભારે અસર અને નુકશાન થયું છે તેમ છતાં આવા સંજોગામાં પણ મહારાષ્ટ્રની મિલો દ્વારા શેરડીના પીલાણનું કામ ચાલુ રાખવામાં આવ્યું હતું . કોરોનાને કારણે સુગર મિલની ગતિ ધીમી પડી ગઈ,પરંતુ સુગર મિલોએ કોરોનનો કારણે ઉત્પન્ન થયેલી સ્થિતીનો સામનો કર્યો હતો.

પીલાણની કામગીરી ન અટકતા હવે મહારાષ્ટ્રની એક મિલ સિવાય તમામ મિલોએ શેરડીનું પિલાણનું કાર્ય પૂરું કર્યું છે.

ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) ના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં, 15 મે 2020 સુધીમાં 60.87 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું, જે ગયા વર્ષ 2018-19ના સીઝનમાં ઉત્પાદિત 107.15 લાખ ટન કરતા 46.3 લાખ ટન જેટલું ઓછું છે. વર્તમાન ક્રશિંગ સિઝનમાં, રાજ્યમાં 145 મીલોએ પોતાની પીલાણની કામગીરી બંધ કરી દીધી છે અને હવે માત્ર 1 જ સુગર મિલ કાર્યરત છે, જ્યારે ગયા વર્ષે આજ તારીખે, 30 મી એપ્રિલ 2019 ના રોજ ક્રશિંગ સિઝન સમાપ્ત થઈ હતી.

આ સીઝનમાં કુલ 146 સુગર મિલોએ શેરડીના પિલાણમાં ભાગ લીધો હતો. આ સિઝનમાં રાજ્યની સુગર મિલોને દુષ્કાળ અને પૂરનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે ખાંડનું ઉત્પાદન ઘટ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here