પાકિસ્તાને ભારતમાંથી ખાંડની આયાત કરવાના નિર્ણય પર યુ-ટર્ન લીધો

120

પાકિસ્તાને ભારતમાંથી ખાંડની આયાત કરવાના નિર્ણય પર યુ ટર્ન લીધો છે. પાકિસ્તાન કેબિનેટે ગુરુવારે ભારતની ખાંડ અને કપાસની આયાત ઉપરના લગભગ બે વર્ષ જુના પ્રતિબંધને હટાવવાની દેશની આર્થિક સંકલન સમિતિ (ઇસીસી) ના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો. પાકિસ્તાનના નાણામંત્રી હમ્માદ અઝહરે બુધવારે જાહેરાત કરી હતી કે ઇસીસીએ ખાનગી ક્ષેત્રને 0.5 મિલિયન ટન વ્હાઇટ સુગર આયાત કરવાની મંજૂરી આપી છે, જે પાકિસ્તાનમાં ખાંડના ઊંચા ભાવને કાબૂમાં રાખશે.

અઝહરે ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, “જો કોઈ દેશ સાથે વેપાર શરૂ કરવાથી સામાન્ય વ્યક્તિના ખિસ્સા પરનો ભાર ઓછો થાય છે, તો તેમાં કોઈ નુકસાન નથી.” આપણા પાડોશી ભારતમાં ખાંડનો ભાવ પાકિસ્તાનની તુલનાએ ઘણો ઓછો છે”.

ભારત કપાસનો વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક અને ખાંડનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ખાંડના ભાવ આસમાને છે. અને જો પાકિસ્તાન ભારતથી ખાંડની આયાત કરે તો તે રમઝાન પહેલા ખાંડની વધતી કિંમતોમાં ઘટાડો કરવામાં મદદ કરશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here