ડોલર સામે રૂપિયો વધુ નબળો પડતા શેર બજારમાં બે દિવસમાં સેન્સેક્સ માં 2700 અંકનો કડાકો

રાજકોટ: ઈરાન અમેરિકા વચ્ચેનો યુદ્ધ તણાવ યથાવત રહેતા વિશ્વભરની માર્કેટમાં કડાકા જોવા મળી રહ્યા છે. વિદેશી હુંડિયામણ બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો આવતાં રૂપિયો ફરી ગબડયો હતો. ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં આજે રૂપિયા પર દબાણ વધતા ડોલર સામે રૂપિયો ઇન્ટ્રા-ડે પટકાઈને 95.75ના નવા તળિયે ઉતર્યો હતો જેને કારણે ભારતીય શેર બજારમાં સેન્સેક્સ બે દિવસમાં 2700 પોઇન્ટ તૂટ્યો છે.

એકબાજુથી ક્રૂડના વધતા ભાવ અને રૂપિયો વધુ નબળો પડતા ભારતીય શેર માર્કેટમાં આજે પણ કડાકા બોલી ગયા છે. ગઈકાલે 1320 પોઇન્ટ માર્કેટ નીચે બંધ આવ્યા બાદ આજે પણ માર્કેટમાં સેન્સેક્સમાં 1550 પોઇન્ટ અને નિફ્ટીમાં વધુ 200 પોઇન્ટનો કડાકો બોલી જતા રોકાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ChiniMandi WhatsApp Channel

અધૂરામાં પૂરું AI ના ડરને કારણે આજે આઈ ટી કંપનીનો index 1100 પોઇન્ટ નીચે જતા તમામ IT કંપનીના શેરમાં ધોવાણ થઈ ગયો છે. આજે ટીસીએસ ઇન્ફોસીસ એચસીએલ ના શેરમાં મોટા ગાબડા પડ્યા છે.જેની અસર પણ ભારતીય શેર બજાર પર જોવા મળી.

દરમિયાન, અમેરિકા પ્રમુખ તથા ચીનના પ્રમુખ વચ્ચે આ સપ્તાહમાં મળનારી મિટિંગ પર બજારના ખેલાડીઓની નજર રહી છે.

ભારતમાં તાજેતરમાં બે સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વમાં નોંધપાત્ર ઘટાડો થતાં તેની ઈમ્પેકટ પણ આજે રૂપિયા પર જોવા મળી હતી. ભારતનો રૂપિયો એક વર્ષમાં વિવિધ નવ મુખ્ય કરન્સીઓ સામે ૨૫ ટકા સુધી તૂટયો હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા.

વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં બેરલના 107 ડોલર સુધી પહોંચ્યા હતા. વધતા જતા ક્રૂડના ભાવ અને રૂપિયો તળિયે પહોંચી જતા શેર બજાર કડડભૂસ થઈ હતી. માર્કેટ બંધ આવ્યું ત્યારે સેન્સેક્સ 74559 અને નિફ્ટી 23379 પર બંધ થયો હતો.

Bioenergy Times

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here