બજારમાં ઉત્તર ચઢાવ: નિફટી સેન્સકેસ રેડ ઝોનમાં

આજે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 65 અંક નીચામાં 41,192.74 પર ટ્રેડ કરી રહ્યો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી 21 પોઇન્ટના ઉછાળા સાથે 12,085.45 પર ટ્રેડ કરી રહ્યો છે.

સવારે 10: 17 વાગ્યે સેન્સેક્સ 41,212.27 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 12,093.40 પર ટ્રેડ કરી રહ્યો છે.

ટીસીએસ, ઇન્ફોસીસ, એનટીપીસી નેસ્લે ઈન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાટા સ્ટીલનો નફો સૌથી વધુ રહ્યો. બીજી તરફ, એમ એન્ડ એમ, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ઓટો,હીરો મોટોકોર્પ એચડીએફસી એલએન્ડટી, સન ફાર્મા અને ઈન્ડસઇન્ડ બેંક લેબોરેટરીઝ ટોચના ઘટાડામાં હતા.
જોકે ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે તેવા રિપોર્ટ બાદ બજારમાં થોડી ચઢત જોવા મળી હતી પણ ટકી રહેવા માટે બજાર ઝઝૂમી રહ્યું છે.રિલાયન્સ જેવું દિગ્ગજ શેરોમાં થોડી મજબૂતી બાદ નરમ વલણ જોવા મળ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here