18 મહિનામાં 3 લાખ લોકોને રોજગાર આપશે સ્વિગી

ફૂડ ડિલિવરી સ્ટાર્ટઅપ સ્વિગી લોકોને રોજગાર એટલે કે બ્લૂકોલર જોબ આપતી સૌથી મોટી ખાનગી કંપની બની શકે છે.કંપની આગામી 18 મહિનામાં 3 લાખ ડિલિવરી એક્ઝિક્યુટિવને નોકરી આપવાની તૈયારીમાં છે.ત્યારબાદ કંપનીમાં કામ કરતાં લોકોની સંખ્યા 5 લાખથી વધી જશે.

સ્વિગીના કો ફાઉંડર અને સીઈઓ શ્રીહર્ષ મજેટીએ વાર્ષિક બેઠકમાં જણાવ્યાનુસાર,જો તેમના ગ્રોથ એસ્ટિમેટ યથાવત રહેશે તો ટુંક સમયમાં તેઓ સૈન્યબળ અને રેલ્વે બાદ સૌથી વધારે રોજગાર આપતો સ્ત્રોત બની જશે.

ભારતીય સેનામાં 12.5 લાખ સૈનિકો છે જ્યારે માર્ચ 2018 સુધીમાં રેલ્વેમાં 12 લાખથી વધારેનો સ્ટાફ હતો.આઈટી કંપની ટીસીએસમાં 4.5 લાખ કર્મચારી છે.આ કંપની પણ ખાનગી ક્ષેત્રે કામ કરતી સૌથી મોટી નિયોક્તા છે.તેમાં સૌથી ઈંજિનિયર કામ કરે છે.

હાલ સ્વિગીમાં 2.1 લાખ માસિક ડિલિવરી સ્ટાફ છે અને 8 હજાર કોપોરેટ કર્મચારી પેરોલ પર છે.પેરોલ પર ના હોવાના કારણે ડિલિવરી સ્ટાફને પીએફ જેવા ફાયદા નથી મળતા.

સ્વિગીમાં એક્ટિવ ડિલિવરી પાર્ટનર કહેવાય જેમણે મહીનામાં ઓછામાં ઓછી એકવાર ડિલિવરી આપવી પડે છે. જો કે આ કામમાં સ્વિગીને ઝોમેટો પણ ટક્કર આપી શકે છે.તેમની પાસે 2.3 લાખ ડિલિવરી એક્ઝિક્યુટિવ છે.

ઈ કોમર્સ કંપની ફ્લિપકાર્ટ પાસે હાલ 1 લાખ ડિલિવરી એક્ઝિક્યુટિવ છે.તહેવારની સીઝનમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં ડિલિવરી સ્ટાફની સંખ્યામાં વધારો થાય છે.એપ બેઝ્ડ કેબ સર્વિસ આપવામાં ઓલા અને ઉબેર પાસે પણ લાખોની સંખ્યામાં કર્મચારી છે.

મજેટીએ એમ પણ કહ્યું કે, આગામી 10-15 વર્ષમાં 100 મિલિયન ગ્રાહકો દર મહિને 15 વાર પ્લેટફોર્મ પર ટ્રાંઝેક્શન કરવાનું લક્ષ્ય ધરાવે છે.

સ્વિગીની હાલની કિંમત 3.3 અબજ ડોલર છે અને તે ભારતના 500 શહેરોમાં કાર્યરત છે.આ પ્લેટફોર્મ દર વર્ષે 500 મિલિયન ઓર્ડર મળે છે.દક્ષિણ આફ્રિકાના નાસ્પર તેના સૌથી મોટા રોકાણકાર છે. હવે આ પ્લેટફોર્મ તેના ક્લાઉડ કિચન બિઝનેસમાં પણ વિસ્તરણ કરી રહ્યું છે અને ‘પોડ્સ’ ખોલવાની યોજના ધરાવે છે, જ્યાં ઘણી રેસ્ટોરાં એક સામાન્ય રસોડાનો ઉપયોગ કરે છે અને જેના દ્વારા 10 મિનિટમાં ડિલિવરી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here