ઉત્તર પ્રદેશ કેબિનેટે ગ્રીન હાઇડ્રોજન પોલિસીને મંજૂરી આપી

લખનૌ: ઉત્તર પ્રદેશમાં પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ઉર્જાને પ્રોત્સાહન આપવાના હેતુથી એક સીમાચિહ્નરૂપ નિર્ણયમાં, ઉત્તર પ્રદેશ કેબિનેટે મંગળવારે લોક ભવનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગ્રીન હાઇડ્રોજન નીતિને મંજૂરી આપી હતી.. ઉર્જા મંત્રી એકે શર્માએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી, હાઇડ્રોજન ઉત્પાદન ટેકનોલોજી વીજળી અથવા ગેસ પર આધારિત હતી, જેને ગ્રે હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે ગ્રે હાઇડ્રોજન માંથી ગ્રીન હાઇડ્રોજનમાં સંક્રમણ માટે નોંધપાત્ર પ્રયાસ ચાલી રહ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે, આગામી 4 વર્ષમાં 2028 સુધીમાં વાર્ષિક 10 લાખ મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ નીતિનો સમયગાળો 5 વર્ષનો નિર્ધારિત કરવામાં આવ્યો છે. આ સમયમર્યાદામાં પોતાને સ્થાપિત કરનાર ઉદ્યોગોને કુલ રૂ. 5,045 કરોડની સબસિડી અને અન્ય પ્રોત્સાહનો મળશે.

મંત્રી એકે શર્માએ એમ પણ કહ્યું કે આ ઉદ્યોગો મૂડી ખર્ચ પર 10 થી 30 ટકા સુધીની સબસિડી માટે પાત્ર હશે, પ્રથમ 5 ઉદ્યોગોને 40 ટકા સુધીની છૂટ મળશે. વધુમાં, નીતિમાં એનર્જી બેંકિંગ માટેની જોગવાઈઓ સામેલ છે, જેમાં આંતરરાજ્ય વીજ ચાર્જ અને આંતરરાજ્ય વ્યવહારો માટે બિલિંગ અને ટ્રાન્સમિશન ચાર્જ પર 100 ટકા રિબેટ આપવામાં આવે છે. આ સિવાય વીજળી ડ્યૂટીમાં 100 ટકા રિબેટની જોગવાઈ છે.ઉલ્લેખનીય છે કે, ખાતર પ્લાન્ટ, પેટ્રોકેમિકલ પ્લાન્ટ અને સ્ટીલ પ્લાન્ટ જેવી મોટી ફેક્ટરીઓમાં હાઈડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here