શેર બજાર ધડામ દઈને નીચે પટકાયું: સેન્સેક્સ,નિફટી અને બેન્ક નિફટી ત્રણ મહિનાની નીચલી સપાટીએ

ભારતના નાણાપ્રધાન નિર્મલા સિતારામને લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ શેરબજાર ધડામ દઈને નીચે પટકાયું છે અને છેલ્લા 3 મહિનામાં સૌથી નીચલી સપાટી અને સૌથી મોટા કડાકા સાથે બંધ થયું હતું . નાણાપ્રધાને ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યૂશન ટેક્સ નાબૂદ કર્યો હતો પણ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાં કોઈ પણ રાહત આપવાનું ટાળ્યું હતું. જેના પગલે બે ચાર કંપનીને બાદ કરતા લગભગ તમામ શેરોમાં ભારે ગિરાવટ જોવા મળી હતી આજે રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.જયારે બેન્ક નિફટીમાં તો 1000 પોઇન્ટ નો ઘટાડો જોવા મળ્યો હતો એન્ડ બેન્ક નિફટીના તમામ 12 શેરો રેડ નિશાનમાં આવી ગયા હતા.

સીતારામને પોતાનું સૌથી લાબું બજેટ ભાષણ પૂરું કર્યા બાદ તુરંત જ બજારમાં નેગેટી જોરદાર ગિરવાર શરુ થઇ હતી અને સેન્સેક્સ અને નિફટી બંને 1000 પોઈન્ટથી અને નિફટી 320 થી પણ વધારે પોઇન્ટ નીચે ગબડી પડયા હતા
છેલ્લા 10 વર્ષમાં બજેટરના દિવસે સૌથી વધુ બેન્ક નિફટી અને સેન્સકેસ તૂટ્યા હોઈ એવી આ પેહેલી ઘટના છે . એજ બતાવે છે કે શેર બજારને બજેટ જરાપણ પસંદ આવ્યું નથી બધાને આશા હતી કે રિયલ સેક્ટર માટે બજેટ સારું રહેશે પણ ડી એલ એફ ,ઓબેરોય રિયાલિટી સહિતના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો જયારે ઇન્સુરંસ સેક્ટરને પણ આ અબજેટે તોડી નાખ્યું હતું  જોકે આજે કૃષિ આધારિત કંપનીઓ અને પમ્પ ની કંપનીઓમાં તેજી જોવા મળી હતી અને સાથોસાથ ટીસીએસમાં ભારે લેવાલી નીકળી હતી.

આજે માર્કેટ બંધ રહ્યું ત્યારે સેન્સેક્સ 39735 પોઇન્ટ પર બંધ આવ્યો હતો એટલે કે 987 પોઇન્ટના કડાકા સાથે બંધ રહ્યો હતો જયારે નિફટી 300 નક નીચે બંધ થઈને 11661પોઇન્ટ પર બંધ આવ્યો હતો જયારે બેન્ક નિફટીમાં 1012 પોઇન્ટ ઘટવા પામ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here